26-06-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“મીઠા બાળકો - તમે
હમણાં શ્રીમત પર સાઈલેન્સ ( શાંતિ ) ની અતિ માં જાઓ છો , તમને બાપ થી શાંતિ નો વારસો
મળે છે , શાંતિ માં બધુંજ આવી જાય છે ”
પ્રશ્ન :-
નવી દુનિયાની
સ્થાપના નો મુખ્ય આધાર શું છે?
ઉત્તર :-
પવિત્રતા. બાપ જ્યારે બ્રહ્મા તનમાં આવીને નવી દુનિયા સ્થાપન કરે છે ત્યારે તમે
આપસમાં ભાઈ-બહેન થઈ જાઓ છો. સ્ત્રી પુરુષનું ભાન નીકળી જાય છે. આ અંતિમ જન્મમાં
પવિત્ર બનો છો તો પવિત્ર દુનિયા નાં માલિક બની જાઓ છો. તમે સ્વયં સ્વયં થી પ્રતિજ્ઞા
કરો છો અમે ભાઈ-બહેન થઈને રહેશું. વિકારની દૃષ્ટી નહીં રાખશું. એક બીજાને સાવધાન કરી
ઉન્નતી ને પામશું.
ગીત :-
જાગ સજનીયા
જાગ ……...
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું અને બુદ્ધિમાં સ્વદર્શન ચક્ર ફરી ગયું. બાપ પણ
સ્વદર્શન ચક્રધારી કહેવાય છે કારણ કે સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતને જાણવું - આ છે
સ્વદર્શન ચક્રધારી બનવું. આ વાતો સિવાય બાપનાં બીજું કોઈ સમજાવી ન શકે. આપ
બ્રાહ્મણોનો બધો આધાર છે સાઇલેન્સ પર. બધાં મનુષ્ય કહે પણ છે શાંતિદેવા, હેં શાંતિ
આપવા વાળા…...ખબર કોઈને પણ નથી કે શાંતિ કોણ આપે છે અથવા શાંતિધામ કોણ લઈ જશે. આ
ફક્ત આપ બાળકો જ જાણો છો, બ્રાહ્મણ જ સ્વદર્શન ચક્રધારી બને છે. દેવતા કોઈ સ્વદર્શન
ચક્રધારી કહેવાઈ ન શકે. કેટલો રાત દિવસનો ફરક છે. બાપ આપ બાળકો ને સમજાવે છે, તમે
દરેક સ્વદર્શન ચક્રધારી છો - નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાપ ને યાદ કરવાનાં છે, આ જ
મુખ્ય વાત છે. બાપ ને યાદ કરવાં એટલે શાંતિનો વારસો લેવો. શાંતિમાં બધું આવી જાય
છે. તમારી આયુ પણ મોટી થઇ જાય છે, નિરોગી કાયા પણ બનતી જાય છે. સિવાય બાપનાં બીજું
કોઈ સ્વદર્શન ચક્રધારી બનાવી ન શકે. આત્મા જ બને છે. બાપ પણ છે કારણ કે સૃષ્ટિ આદિ
મધ્ય અંત નું જ્ઞાન છે. ગીત પણ સંભળાવ્યું હવે નવી દુનિયા સ્થાપન થઈ રહી છે. ગીત તો
મનુષ્યો એ જ બનાવ્યાં છે. બાપ બેસી સાર સમજાવે છે. એ છે બધી આત્માઓનાં બાપ, તો બધાં
બાળકો આપસમાં ભાઈ-ભાઈ થઇ જાય છે. બાપ જ્યારે નવી દુનિયા રચે છે તો પ્રજાપિતા બ્રહ્મા
દ્વારા તમે ભાઈ બહેન છો, દરેક બ્રહ્માકુમાર કુમારી છે, આ બુદ્ધિ માં રહેવાથી પછી
સ્ત્રી પુરુષ નું ભાન નીકળી જાય છે. મનુષ્ય આ નથી સમજતા કે અમે પણ વાસ્તવમાં
ભાઈ-ભાઈ છીએ. પછી બાપ રચના રચે છે તો ભાઈ બહેન થઈ જાય છે. ક્રિમિનલ દૃષ્ટી નીકળી
જાય છે. બાપ યાદ પણ અપાવે છે, તમે બોલાવતા આવ્યાં છો હેં પતિત-પાવન, હવે હું આવ્યો
છું, તમને કહું છું આ અંતિમ જન્મ પવિત્ર રહો. તો તમે પવિત્ર દુનિયાનાં માલિક બનશો.
આ પ્રદર્શની તો તમારા ઘર-ઘરમાં હોવી જોઈએ કારણ કે આપ બાળકો બ્રાહ્મણ છો. તમારા ઘરમાં
આ ચિત્ર જરુર હોવાં જોઈએ. આનાં પર સમજાવવું ખુબ સહજ છે. ૮૪ નું ચક્ર તો બુદ્ધિ માં
છે. અચ્છા-તમને એક બ્રાહ્મણી આપી દઈશું. તે આવીને સર્વિસ (સેવા) કરીને જશે. તમે
પ્રદર્શની ખોલી દો. ભક્તિમાર્ગ માં પણ કોઈ કૃષ્ણની પૂજા અથવા મંત્ર યંત્ર વગેરે નથી
જાણતા તો બ્રાહ્મણ ને બોલાવે છે. તે રોજ આવીને પૂજા કરે છે. તમે પણ મંગાવી શકો છો.
આ છે તો ખુબ સહજ. બાપે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચી હશે તો જરુર
બ્રહ્માકુમાર-કુમારીઓ બહેન ભાઈ બન્યાં હશે. પ્રતિજ્ઞા કરે છે અમે બંને ભાઈ-બહેન થઇ
રહેશું, વિકારની દ્રષ્ટિ નહીં રાખશું. એકબીજાને સાવધાન કરી ઉન્નતી ને પામશું. મુખ્ય
છે જ યાદ ની યાત્રા. તે લોકો સાયન્સ (વિજ્ઞાન) નાં બળ થી કેટલાં ઉપર જવાની કોશિશ કરે
છે, પરંતુ ઉપર કોઈ દુનિયા થોડી છે. આ છે સાયન્સની અતિ માં જવું. હમણાં તમે સાઇલેન્સ
ની અતિ માં જાઓ છો, શ્રીમત પર. તેમનું છે સાયન્સ , અહીંયા તો તમારી છે સાઇલેન્સ.
બાળકો જાણે છે આત્મા તો સ્વયં શાંત સ્વરુપ છે. આ શરીર દ્વારા ફક્ત પાર્ટ ભજવવાનો
હોય છે. કર્મ વગર તો કોઈ રહી ન શકે. બાપ કહે છે પોતાને શરીર થી અલગ આત્મા સમજી બાપ
ને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. ખુબ જ સહજ છે, સૌથી વધારે જે મારા ભક્ત
અર્થાત્ શિવનાં પૂજારી છે, તેમને સમજાવો. ઉંચે થી ઉંચી પૂજા છે શિવની કારણ કે એ જ
સર્વ નાં સદ્દગતિ દાતા છે.
હમણાં આપ બાળકો જાણો છો બાપ આવ્યાં છે બધાને સાથે લઈ જશે. પોતાનાં સમય પર આપણે પણ
ડ્રામા અનુસાર કર્માતીત અવસ્થાને પામશું પછી વિનાશ થઇ જશે. પુરુષાર્થ ખુબ કરવાનો છે
કે અમે આત્માઓ સતોપ્રધાન બની જઈએ. બાપ ની શ્રીમત પર ચાલવાનું છે, શ્રીમત ભગવતગીતા
કહે છે, કેટલી મોટી મહિમા છે. દેવતાઓની પણ મહિમા ગવાય છે-સર્વગુણ સમ્પન્ન, સંપૂર્ણ
નિર્વિકારી…..બાપ જ આવીને સંપૂર્ણ પાવન બનાવે છે. જ્યારે સંપૂર્ણ પતિત દુનિયા બને
છે ત્યારે જ બાપ આવીને સંપૂર્ણ પાવન દુનિયા બનાવે છે. બધાં કહે છે અમે ભગવાનનાં
બાળકો છીએ તો જરુર સ્વર્ગ નો વારસો હોવો જોઈએ. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા અમે હમણાં
ભાઈ-બહેન બન્યાં છીએ. કલ્પ પહેલાં પણ બાપ આવ્યા હતાં, શિવ જયંતી મનાવે છે. જરુર
પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો બન્યા હશે. બાપ થી પ્રતિજ્ઞા કરે છે-બાબા અમે આપસમાં
કમ્પેનિયન (સાથી) બની પવિત્ર રહીએ છીએ. તમારા ડાયરેક્શન (માર્ગદર્શન) પર ચાલીએ છીએ.
કોઈ મોટી વાત નથી. હમણાં આ અંતિમ જન્મ છે, આ મૃત્યુલોક ખતમ થવાનો છે. હમણાં તમે
સમજદાર બન્યાં છો. કોઇ પોતાને ભગવાન કહે, તો કહેશે ભગવાન તો સર્વનાં સદ્દગતિ દાતા
છે. આ પછી પોતાને કેવી રીતે કહેવડાવી શકે છે. પરંતુ સમજે છે ડ્રામાની રમત છે.
બાપ આપ બાળકોને સ્વદર્શન ચક્રધારી બનાવી રહ્યાં છે. બાપ કહે છે હવે સર્વિસ (સેવા)
માં તત્પર રહો. ઘર-ઘરમાં પ્રદર્શની ખોલો. આનાં જેવું મહાન પુણ્ય કોઈ હોતું નથી.
કોઈને બાપ નો રસ્તો બતાવવો, આનાં જેવું દાન કોઈ નથી. બાપ કહે છે મામેકમ યાદ કરો તો
પાપ નાશ થશે. બાપ ને બોલાવો પણ એટલે છો હેં પતિત-પાવન, લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ
(માર્ગદર્શક) આવો. તમારું પણ નામ પાંડવ ગવાયેલું છે. બાપ પણ પંડા છે. બધી આત્માઓને
લઈ જશે. તે છે શરીરધારી પંડા. આ છે રુહાની. તે શારીરિક યાત્રા, આ રુહાની યાત્રા.
સતયુગ માં શારીરિક યાત્રા ભક્તિમાર્ગ ની હોતી નથી. ત્યાં તમે પૂજ્ય બનો છો, હમણાં
બાપ તમને કેટલાં સમજદાર બનાવે છે. તો બાપની મત પર ચાલવું જોઈએ ને. કોઈ પણ સંશય વગેરે
હોય તો પૂછવું જોઈએ. હવે બાપ કહે છે મીઠા-મીઠા બાળકો દેહી-અભિમાની બનો. પોતાને આત્મા
સમજી ને બાપ ને યાદ કરો. તમે મારા લાડલા બાળકો છો ને. અડધાકલ્પ નાં તમે આશિક છો.
એકનાં જ અનેક નામ રાખી દીધા છે, કેટલાં નામ, કેટલાં મંદિર બનાવે છે. હું છું તો એક
જ. મારું નામ છે શિવ. હું ૫ હજાર વર્ષ પહેલાં ભારત માં જ આવ્યો હતો. બાળકોને એડોપ્ટ
(દત્તક) કર્યા હતાં. હમણાં પણ એડોપ્ટ કરી રહ્યાં છે. બ્રહ્માનાં બાળકો હોવાનાં કારણે
તમે પૌત્ર પોત્રિઓ થઈ ગયાં. અહીંયા વારસો જ મળે છે આત્માને. આમાં ભાઈ બહેન નો સવાલ
નથી ઉઠતો. આત્મા જ ભણે છે, વારસો લે છે. બધાને હક છે. આપ બાળકો આ જૂની દુનિયામાં જે
કંઈ જુઓ છો - આ બધું વિનાશને પામવાનું છે. મહાભારત લડાઈ પણ બરાબર છે. બેહદનાં બાપ
બેહદ નો વારસો આપી રહ્યાં છે. બેહદનું નોલેજ સંભળાવી રહ્યાં છે. તો ત્યાગ પણ બેહદ
નો જોઈએ. તમે જાણો છો કલ્પ પહેલાં પણ બાપે રાજયોગ શીખવાડ્યો હતો, રાજસ્વ અશ્વમેધ
યજ્ઞ રચ્યો હતો પછી રાજાઈ નાં માટે સતયુગી નવી દુનિયા જરુર જોઈએ. જૂની દુનિયાનો
વિનાશ પણ થયો હતો. ૫ હજાર વર્ષની વાત છે ને. આજ લડાઈ થઇ હતી, જેનાથી ગેટ (દ્વાર)
ખુલ્યા હતાં. બોર્ડ પર પણ લખી દો- સ્વર્ગ નાં દ્વાર કેવી રીતે ખુલી રહ્યા છે-આવીને
સમજો. તમે નથી સમજાવી શકતા તો બીજાને બોલાવી શકો છો. પછી ધીરે-ધીરે વૃદ્ધિ થતી જશે.
તમે કેટલાં બધાં બ્રાહ્મણ બ્રાહ્મણીઓ છો પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો. વારસો મળે છે
શિવબાબા થી. એ જ બધાનાં બાપ છે. આ તો બુદ્ધિ માં સારી રીતે યાદ રાખવું જોઈએ - આપણે
બ્રાહ્મણ થી દેવતા બનીએ છીએ. આપણે જ દેવતા હતા પછી ચક્કર લગાવ્યું. આપણે હમણાં
બ્રાહ્મણ બન્યા છીએ પછી વિષ્ણુપુરી માં જઈશું. જ્ઞાન છે - ખુબ સહજ. પરંતુ કોટો માં
કોઈ નીકળે છે. પ્રદર્શનીમાં કેટલા અનેક આવે છે, કોઈ મુશ્કેલ નીકળે છે, કોઈ તો ફક્ત
મહિમા કરે છે ખૂબ સારું છે, અમે આવશું. કોઈ વિરલા ૭ દિવસ નો કોર્સ ઉપાડે છે, ૭
દિવસની પણ વાત હવે શું છે. ગીતાનો પાઠ પણ ૭ દિવસ રાખે છે. સાત દિવસ તમારે પણ ભઠ્ઠીમાં
રેહવાનું છે. પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાથી બધો કિચડો નીકળી જશે. અડધાકલ્પ ની
ગંદી બિમારી દેહ-અભિમાન ની છે, તે નીકાળવાની છે. દેહી-અભિમાની બનવાનું છે. ૭ દિવસ
નો કોર્સ કોઈ લાંબો થોડી છે. કોઈને સેકન્ડમાં પણ તીર લાગી શકે છે. મોડેથી આવવાવાળા
આગળ જઈ શકે છે. કહેશે અમે રેસ કરી બાપ થી વારસો લઈ જ લઈશું. કોઈ તો જૂનાં થી પણ આગળ
ચાલ્યા જાય છે કારણ કે સારી-સારી પોઇન્ટસ (વાત), તૈયાર માલ મળે છે. પ્રદર્શની વગેરે
સમજાવવામાં કેટલુ સહજ થાય છે. પોતે નથી સમજાવી શકતા તો બહેનને બોલાવે. રોજ આવીને કથા
કરીને જાઓ. ૫ હજાર વર્ષ પહેલાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, જે ૧૨૫૦ વર્ષ
ચાલ્યું. કેટલી નાની વાર્તા છે. હમ સો દેવતા હતા પછી હમ સો ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર
બન્યાં. આપણે આત્મા બ્રાહ્મણ બન્યાં, હમ સો નો અર્થ કેટલો યુક્તિયુક્ત સમજાવે છે.
વિરાટ રુપ પણ છે, પરંતુ તેમાં બ્રાહ્મણોને અને શિવબાબા ને ઉડાવી દીધા છે. અર્થ કાંઈ
પણ નથી સમજતાં. હમણાં આપ બાળકોએ મહેનત કરવાની છે, યાદની. બીજા કોઇ સંશય માં ન આવવું
જોઈએ. વિકર્માજીત બની ઊંચું પદ પામવું છે તો આ ચિંતન ખતમ કરવાનું છે કે આ કેમ થાય
છે, આ આમ કેમ કરે છે. આ બધી વાતોને છોડી એક જ ચિંતન રહે કે અમારે તમોપ્રધાન થી
સતોપ્રધાન બનવાનું છે. જેટલું બાપને યાદ કરશો એટલાં વિકર્માજીત બની ઊંચું પદ પામશો.
બાકી ફાલતુ વાતો સાંભળી પોતાનું માથું ખરાબ નથી કરવાનું. બધી વાતોથી એક વાત મુખ્ય
છે - એમને નહીં ભૂલો. કોઈ સાથે ટાઈમ વેસ્ટ ન કરો. તમારો સમય ખુબ વેલ્યુએબલ (મુલ્યવાન)
છે. તોફાનો થી ડરવાનું નથી. ખુબ તકલીફ આવશે, નુકસાન થશે. પરંતુ બાપની યાદ ક્યારેય
નથી ભૂલવાની. યાદ થી જ પાવન બનવાનું છે, પુરુષાર્થ કરી ઊંચું પદ પામવાનું છે. આ બાબા
વૃદ્ધ આટલું ઊંચું પદ પામે છે, અમે કેમ નહીં બનીશું. આ પણ ભણતર છે ને. તમારે આમાં
કાંઈ પણ પુસ્તક વગેરે ઉઠાવવાની દરકાર નથી. બુદ્ધિ માં આખી વાર્તા છે. કેટલી નાની
વાર્તા છે. સેકન્ડ ની વાત છે, જીવનમુક્તિ સેકન્ડમાં મળે છે. મૂળ વાત છે બાપ ને યાદ
કરો. બાપ જે તમને વિશ્વનાં માલિક બનાવે છે એમને તમે ભૂલી જાઓ છો! કહે છે બધાં થોડી
રાજા બનશે. અરે તમે બધાનું ચિંતન કેમ કરો છો! સ્કૂલમાં આ ઓના (ચિંતા) રાખે છે શું
કે બધાં થોડી સ્કોલરશીપ પામશે? ભણવા લાગી જશે ને. દરેક નાં પુરુષાર્થ થી સમજાય જાય
છે કે આ શું પદ પામવા વાળા છે. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ સમય ખુબ
વેલ્યુએબલ (મુલ્યવાન) છે, આને ફાલતુ ની વાતો માં ગુમાવવાનો નથી. કેટલાં પણ તોફાન આવે,
નુકસાન થાય પરંતુ બાપ ની યાદ માં રહેવાનું છે.
2. તમોપ્રધાન થી
સતોપ્રધાન બનવાનું જ ચિંતન કરવાનું છે, બીજું કોઇ ચિંતન ન ચાલે. હમ સો, સો હમ ની
નાની એવી વાર્તા ખુબ યુક્તિ થી સમજવાની અને સમજાવાની છે.
વરદાન :-
દાતાપણા ની
ભાવના દ્વારા ઈચ્છા માત્રમ્ અવિદ્યા ની સ્થિતિ નો અનુભવ કરવાવાળા તૃપ્ત આત્મા ભવ
સદા એક લક્ષ્ય હોય કે
અમારે દાતા નાં બાળકો બની સર્વ આત્માઓને આપવાનું છે, દાતાપણા ની ભાવના રાખવાથી
સમ્પન્ન આત્મા થઇ જશો અને જે સમ્પન્ન હશે તે સદા તૃપ્ત હશે. હું આપવા વાળા દાતા નો
બાળક છું-આપવું જ લેવું છે, આ જ ભાવના સદા નિર્વિઘ્ન, ઈચ્છા માત્રમ્ અવિદ્યા ની
સ્થિતિ નો અનુભવ કરાવે છે. સદા એક લક્ષ્ય ની તરફ જ નજર રહે, તે લક્ષ્ય છે બિંદુ બીજી
કોઈ પણ વાતો નાં વિસ્તારને જોવાં છતાં નહિં જુઓ, સાંભળવા છતાં પણ નહિં સાંભળો.
સ્લોગન :-
બુદ્ધિ કે
સ્થિતિ જો કમજોર છે તો તેનું કારણ છે વ્યર્થ સંકલ્પ.