25-09-2020
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - પોતાનાં
ઉપર પોતે જ કૃપા કરવાની છે , ભણતર માં ગેલપ ( છલાંગ ) કરો , કોઈ પણ વિકર્મ કરીને
પોતાનું રજીસ્ટર ખરાબ નહીં કરો ”
પ્રશ્ન :-
આ ઊંચા ભણતર
માં પાસ થવા માટે મુખ્ય શિક્ષા કઈ મળે છે? તેનાં માટે કઈ વાત પર વિશેષ અટેન્શન (ધ્યાન)
જોઈએ?
ઉત્તર :-
આ ભણતર માં પાસ થવું છે તો આંખો ખુબ-ખુબ પવિત્ર હોવી જોઈએ કારણ કે આ આંખો જ દગો આપે
છે, આ જ ક્રિમિનલ (અપવિત્ર) બને છે. શરીર ને જોવાથી જ કર્મેન્દ્રિયો માં ચંચળતા આવે
છે એટલે આંખો ક્યારેય પણ ક્રિમિનલ ન થાય, પવિત્ર બનવા માટે ભાઈ-બહેન થઈને રહો, યાદ
ની યાત્રા પર પૂરે-પૂરું અટેન્શન (ધ્યાન) આપો.
ગીત :-
ધીરજ ધર મનુવા
…
ઓમ શાંતિ!
કોણે કહ્યું?
બેહદનાં બાપે બેહદ નાં બાળકો ને કહ્યું. જેમ કોઇ મનુષ્ય બીમારી માં હોય છે તો તેને
આથત (આશ્વાસન) અપાય છે કે ધીરજ ધરો-તમારાં બધાં દુઃખ દૂર થઈ જશે. તેમને ખુશી માં
લાવવા માટે આથત અપાય છે. હવે તો તે છે હદ ની વાતો. આ છે બેહદ ની વાત, આમનાં કેટલાં
અનેક બાળકો હશે. બધાને દુઃખ થી છોડાવવાનાં છે. આ પણ આપ બાળકો જ જાણો છો. તમારે ભૂલવું
ન જોઈએ. બાપ આવ્યાં છે સર્વની સદ્દગતિ કરવાં. સર્વ નાં સદ્દગતિ દાતા છે તો એનો અર્થ
બધાં દુર્ગતિ માં છે. આખી દુનિયાનાં મનુષ્ય માત્ર, તેમાં પણ ખાસ ભારત આમ દુનિયા
કહેવાય છે. ખાસ તમે સુખધામ માં જશો. બાકી બધાં શાંતિધામ માં ચાલ્યાં જશે. બુદ્ધિ
માં આવે છે-બરાબર આપણે સુખધામ માં હતાં તો બીજા ધર્મવાળા શાંતિધામ માં હતાં. બાબા
આવ્યાં હતાં, ભારત ને સુખધામ બનાવ્યું હતું. તો એડવર્ટાઈઝમેન્ટ (જાહેરાત) પણ એવી
કરવી જોઈએ. સમજાવવાનું છે દર ૫ હજાર વર્ષ બાદ નિરાકાર શિવબાબા આવે છે. તે સર્વ નાં
બાપ છે. બાકી બધાં બ્રધર્સ (ભાઈઓ) છે. બ્રધર્સ જ પુરુષાર્થ કરે છે ફાધર (પિતા) થી
વારસો લેવાં. એવું તો નહીં પિતા પુરુષાર્થ કરે છે. બધાં પિતા હોય તો પછી વારસો
કોનાથી લેશે? શું ભાઈઓ થી. આ તો થઈ ન શકે. હમણાં તમે સમજો છો - આ તો ખુબ સહજ વાત
છે. સતયુગ માં એક જ દેવી-દેવતા ધર્મ હોય છે. બાકી બધી આત્માઓ મુક્તિધામ માં ચાલી
જાય છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ કહે છે તો જરુર એક જ હિસ્ટ્રી-જોગ્રોફી
છે જે રિપીટ (પુનરાવૃત્તિ) થાય છે. કળયુગ નાં બાદ પછી સતયુગ આવશે. બંને ની વચમાં પછી
સંગમયુગ પણ જરુર હશે. આને કહેવાય છે સુપ્રીમ (સર્વોચ્ચ), પુરુષોત્તમ કલ્યાણકારી યુગ.
હમણાં તમારી બુદ્ધિ નું તાળું ખુલ્યું છે તો સમજો છો આ તો ખુબ સહજ વાત છે. નવી
દુનિયા અને જૂની દુનિયા. જૂનાં ઝાડ માં જરુર વધારે પત્તા હશે. નવાં ઝાડ માં થોડાં
પત્તા હશે. તે છે સતોપ્રધાન દુનિયા, આને તમોપ્રધાન કહેશે. તમારું પણ નંબરવાર
પુરુષાર્થ અનુસાર બુદ્ધિ નું તાળું ખુલ્યું છે કારણ કે બધાં યથાર્થ રીતે બાપ ને યાદ
નથી કરતાં. તો ધારણા પણ નથી થતી. બાપ તો પુરુષાર્થ કરાવે છે, પરંતુ તકદીર માં નથી.
ડ્રામા અનુસાર જે સારી રીતે ભણશે ભણાવશે, બાપનાં મદદગાર બનશે, દરેક હાલત માં ઉંચ પદ
એ જ પામશે. સ્કૂલ માં સ્ટુડન્ટ (વિદ્યાર્થી) પણ સમજે છે અમે કેટલાં માર્ક્સ (ગુણાંક)
થી પાસ થઈશું. તીવ્રગતિ જોર થી પુરુષાર્થ કરે છે. ટ્યુશન માટે ટીચર (શિક્ષક) રાખે
છે કે કેવી રીતે પણ કરીને પાસ થઈએ. અહીંયા પણ ખુબ ગેલપ (છલાંગ મારવી) કરવાનું છે.
પોતાનાં ઉપર કૃપા કરવાની છે. બાબા થી જો કોઈ પૂછે હમણાં શરીર છૂટે તો આ હાલત માં
શું પદ પામીશું? તો બાબા ઝટ બતાવશે. આ તો ખુબ સહજ સમજવાની વાત છે. જેમ હદ નાં
સ્ટુડન્ટ સમજે છે, બેહદનાં સ્ટુડન્ટ પણ સમજી શકે છે. બુદ્ધિ થી સમજી શકે છે -
અમારાથી ઘડી-ઘડી આ ભૂલો થાય છે, વિકર્મ થાય છે. રજીસ્ટર ખરાબ થશે તો રીઝલ્ટ (પરિણામ)
પણ એવું નીકળશે. દરેક પોતાનું રજીસ્ટર રાખે. આમ તો ડ્રામા અનુસાર બધી નોંધ થઈ જ જાય
છે. પોતે પણ સમજે છે અમારું રજીસ્ટર તો ખુબ ખરાબ છે. ન સમજી શકે તો બાબા બતાવી શકે
છે. સ્કૂલ માં રજીસ્ટર વગેરે બધું રાખવામાં આવે છે. આની તો દુનિયા માં કોઈને ખબર નથી.
નામ છે ગીતા પાઠશાળા. વેદ પાઠશાળા ક્યારેય નહીં કહેશે. વેદ ઉપનિષદ ગ્રંથ વગેરે કોઈની
પણ પાઠશાળા નહીં કહેશે. પાઠશાળા માં લક્ષ-હેતુ છે. અમે ભવિષ્યમાં આ બનીશું. કોઈ વેદ
શાસ્ત્ર બહુજ વાંચે છે તો તેમને પણ ટાઈટલ (પદવી) મળે છે. કમાણી પણ થાય છે. કોઈ-કોઈ
તો ખુબ કમાણી કરે છે. પરંતુ તે કોઈ અવિનાશી કમાણી નથી, સાથે નથી ચાલતી. આ સાચી કમાણી
સાથે ચાલવાની છે. બાકી બધી ખતમ થઇ જાય છે. આપ બાળકો જાણો છો આપણે ખુબ-ખુબ કમાણી કરી
રહ્યાં છીએ. આપણે વિશ્વનાં માલિક બની શકીએ છીએ. સૂર્યવંશી ડિનાયસ્ટી (રાજધાની) છે
તો જરુર બાળકો તખ્ત પર બેસશે. ખુબ ઉંચ પદ છે. તમને સ્વપ્ન માં પણ નહોતું કે આપણે
પુરુષાર્થ કરી રાજ્ય પદ પામીશું. આને કહેવાય છે રાજયોગ. તે હોય છે બેરિસ્ટરી યોગ,
ડોક્ટરી યોગ. ભણતર અને ભણાવવા વાળા યાદ રહે છે. અહીંયા પણ આ છે - સહજયાદ. યાદમાં જ
મહેનત છે. પોતાને દેહી-અભિમાની સમજવું પડે. આત્મામાં જ સંસ્કાર ભરાય છે. ઘણાં આવે
છે જે કહે છે અમે તો શિવબાબા ની પૂજા કરતાં હતાં પરંતુ કેમ પૂજા કરે છે, આ નથી જાણતાં.
શિવને જ બાબા કહે છે. બીજા કોઈને બાબા નહીં કહેશે. હનુમાન, ગણેશ વગેરે ની પૂજા કરે
છે, બ્રહ્માની પૂજા થતી નથી. અજમેર માં ભલે મંદિર છે. ત્યાંના થોડાં બ્રાહ્મણ લોકો
પૂજા કરતાં હશે. બાકી ગાયન વગેરે કાંઈ નથી. શ્રી કૃષ્ણ નાં, લક્ષ્મી-નારાયણ નાં
કેટલાં ગાયન છે. બ્રહ્મા નું નામ નથી કારણ કે બ્રહ્મા તો આ સમય શ્યામ છે. પછી બાપ
આવીને આમને એડોપ્ટ (દત્તક) કરે છે. આ પણ ખુબ સહજ છે. તો બાપ બાળકોને ભિન્ન-ભિન્ન
પ્રકાર થી સમજાવે છે. બુદ્ધિ માં આ રહે શિવબાબા અમને સંભળાવી રહ્યાં છે. એ બાપ પણ
છે, શિક્ષક, ગુરુ પણ છે. શિવબાબા જ્ઞાનનાં સાગર આપણને ભણાવે છે. હમણાં આપ બાળકો
ત્રિકાળદર્શી બન્યાં છો. જ્ઞાનનું ત્રીજું નેત્ર તમને મળે છે. આ પણ તમે સમજો છો
આત્મા અવિનાશી છે. આત્માઓનાં બાપ પણ અવિનાશી છે. આ પણ દુનિયામાં કોઈ નથી જાણતું. તે
તો બધાં પોકારે જ છે - બાબા અમને પતિત થી પાવન બનાવો. એવું નથી કહેતાં કે વર્લ્ડ ની
હિસ્ટ્રી-જોગ્રોફી આવીને સંભળાવો. આ તો બાપ પોતે આવીને સંભળાવે છે. પતિત થી પાવન પછી
પાવન થી પતિત કેવી રીતે બનશું? હિસ્ટ્રી રિપીટ કેવી રીતે થશે, તે પણ બતાવે છે. ૮૪
નું ચક્ર છે. આપણે પતિત કેમ બન્યાં છીએ પછી પાવન બની ક્યાં જવા ઇચ્છીએ છીએ. મનુષ્ય
તો સન્યાસી વગેરે ની પાસે જઈને કહેશે મન ની શાંતિ કેવી રીતે થાય? એવું નહીં કહેશે
અમે સંપૂર્ણ નિર્વિકારી પાવન કેવી રીતે બનીએ? આ કહેવામાં લજ્જા આવે છે. હમણાં બાપે
સમજાવ્યું છે - તમે બધી ભક્તિઓ છો. હું છું ભગવાન, બ્રાઈડગુમ (સાજન). તમે છો
બ્રાઈડસ (સજની). તમે બધાં મને યાદ કરો છો. હું મુસાફિર ખુબ બ્યુટીફુલ (સુંદર) છું.
આખી દુનિયાનાં મનુષ્ય માત્ર ને સુંદર બનાવું છું. વંડર ઓફ વર્લ્ડ (વિશ્વ ની અજાયબી)
સ્વર્ગ જ હોય છે. અહીંયા ૭ વન્ડર્સ ગણે છે. ત્યાં તો વન્ડર ઓફ વર્લ્ડ એક જ સ્વર્ગ
છે. બાપ પણ એક, સ્વર્ગ પણ એક, જેમને બધાં મનુષ્ય માત્ર યાદ કરે છે. અહીંયા તો કાંઈ
પણ વન્ડર છે નહીં. આપ બાળકોની અંદર ધીરજ છે કે હવે સુખનાં દિવસ આવી રહ્યાં છે.
તમે સમજો છો જૂની દુનિયાનો વિનાશ થાય ત્યારે તો રાજાઈ મળે સ્વર્ગની. હમણાં હજું
રાજાઈ સ્થાપન નથી થઈ. હાં, પ્રજા બનતી જાય છે. બાળકો આપસ માં ચર્ચા કરે છે, સર્વિસ
ની વૃદ્ધિ કેવી રીતે થાય? બધાને પૈગામ (સંદેશ) કેવી રીતે આપે. બાપ આદિ સનાતન
દેવી-દેવતા ધર્મની સ્થાપન કરે છે. બાકી બધાનો વિનાશ કરાવે છે. આવાં બાપ ને યાદ કરવાં
જોઈએ ને. જે બાપ આપણને રાજતિલક નાં હકદાર બનાવી બાકી બધાનો વિનાશ કરાવી દે છે.
નેચરલ કૈલેમિટીજ (કુદરતી આપદાઓ) પણ ડ્રામા માં નોંધાયેલી છે. આનાં વગર દુનિયાનો
વિનાશ થઇ નથી શકતો. બાપ કહે છે હમણાં તમારી પરીક્ષા ખુબ જ નજીક છે, મૃત્યુલોક થી
અમરલોક ટ્રાન્સફર (બદલી) થવાનું છે. જેટલું સારી રીતે ભણશો ભણાવશો, એટલું ઉંચ પદ
પામશો કારણ કે પ્રજા પોતાની બનાવો છો. પુરુષાર્થ કરી બધાનું કલ્યાણ કરવું જોઈએ.
ચેરિટી બિગન્સ એટ હોમ. આ કાયદો છે. પહેલા મિત્ર-સંબંધી કુટુંબ વગેરે વાળા જ આવશે.
પાછળ થી પબ્લિક (લોકો) આવે છે. શરુ માં થયું પણ એવું. ધીરે-ધીરે વૃદ્ધિ થઇ પછી
બાળકોનાં રહેવા માટે મોટું મકાન બન્યું જેને ઓમ નિવાસ કહેતાં હતાં. બાળકો આવીને ભણવા
લાગ્યાં. આ બધી ડ્રામામાં નોંધ હતી, જે ફરી રિપીટ (પુનરાવૃત્તિ) થશે. આને કોઈ બદલી
થોડી શકે છે. આ ભણતર કેટલું ઉંચ છે. યાદ ની યાત્રા જ મુખ્ય છે. મુખ્ય આંખો જ ખુબ દગો
આપે છે. આંખો ક્રિમિનલ (અપવિત્ર) બને છે ત્યારે શરીરની કર્મેન્દ્રિયો ચંચળ થાય છે.
કોઈ સારી બાળકીને જુએ છે, તો બસ એમાં ફસાઇ જાય છે. એવાં ખુબ જ દુનિયામાં કેસ થાય
છે. ગુરુ ની પણ ક્રિમિનલ આંખ થઈ જાય છે. અહીંયા બાપ કહે છે ક્રિમિનલ આંખ બિલકુલ ન
હોવી જોઈએ. ભાઈ-બહેન થઈને રહેશો ત્યારે પવિત્ર રહી શકશો. મનુષ્યો ને શું ખબર એ તો
મજાક કરશે. શાસ્ત્રો માં તો આ વાતો છે નહીં. બાપ કહે છે આ જ્ઞાન પ્રાયઃ લોપ થઇ જાય
છે. પછી દ્વાપર થી આ શાસ્ત્ર વગેરે બન્યાં છે. હવે બાપ મુખ્ય વાત કહે છે કે અલફ ને
યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય. સ્વયં ને આત્મા સમજો. તમે ૮૪ નું ચક્ર લગાવીને
આવ્યાં છો. હમણાં તમારી આત્મા દેવતા બની રહી છે. નાની એવી આત્મા માં ૮૪ જન્મો નો
અવિનાશી પાર્ટ ભરેલો છે, વન્ડર છે ને. આવાં વન્ડર ઓફ વર્લ્ડ ની વાત બાપ જ આવી ને
સમજાવે છે. કોઈનો ૮૪ નો, કોઈનો ૫૦-૬૦ જન્મો નો પાર્ટ છે. પરમપિતા પરમાત્મા ને પણ
પાર્ટ મળેલો છે. ડ્રામા અનુસાર આ આનાદિ અવિનાશી ડ્રામા છે. શરું ક્યારે થયો, બંધ
ક્યારે થશે - આ નથી કહી શકાતું કારણ કે આ અનાદિ અવિનાશી ડ્રામા છે. આ વાતો કોઈ જાણતાં
નથી. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. હમણાં
પરીક્ષા નો સમય ખુબ નજીક છે એટલે પુરુષાર્થ કરી પોતાનું અને સર્વનું કલ્યાણ કરવાનું
છે, ભણવાનું અને ભણાવવાનું છે, ચેરેટી બિગેન્સ એટ હોમ.
2. દેહી-અભિમાની બની અવિનાશી, સાચ્ચી કમાણી જમા કરવાની છે. પોતાનું રજીસ્ટર રાખવાનું
છે. કોઈ પણ એવું વિકર્મ ન થાય જેનાથી રજીસ્ટર ખરાબ થઈ જાય.
વરદાન :-
નિમિત્ત - પણા
ની સ્મૃતિ થી માયા નો ગેટ બંધ કરવા વાળા ડબલ લાઈટ ભવ
જે સદા સ્વયં ને
નિમિત્ત સમજી ને ચાલે છે તેમને ડબલ લાઈટ સ્થિતિ નો સ્વતઃ અનુભવ થાય છે. કરનકરાવનહાર
કરાવી રહ્યાં છે, હું નિમિત્ત છું - આ જ સ્મૃતિ થી સફળતા થાય છે. હું પણું આવ્યું
અર્થાત્ માયા નો ગેટ ખુલ્યો, નિમિત્ત સમજ્યાં અર્થાત્ માયા નો ગેટ બંધ થયો. તો
નિમિત્ત સમજવાથી માયાજીત પણ બની જાઓ અને ડબલ લાઈટ પણ બની જાઓ. સાથે-સાથે સફળતા પણ
અવશ્ય મળે છે. આ જ સ્મૃતિ નંબરવન લેવાનો આધાર બની જાય છે.
સ્લોગન :-
ત્રિકાળદર્શી
બનીને દરેક કર્મ કરો તો સફળતા સહજ મળતી રહેશે.